Author: Nidhiresh A Raval
લોકભાષા-ભુજ : નારણપર રાવરી ગામે રાત્રે કૌટુબીક ભાઇને ઉધા રવાડે કેમ ચડાવો છો તેવો ઠપકો આપવા બદલ ટોળાએ બે સગા ભાઈઓ પર છરી ધોકાથી હુમલો કરીને કરપીણ હત્યા નીપજાવી દેતાં ચકચાર મચી જવા પામી હતી. હત્યાનો બનાવ રાત્રે પોણા એક વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. ગુરૂવારે રાત્રીના આઠ વાગ્યાના અરસામાં બસ સ્ટેશન પર મરણજનાર ગુલામ ભચુ જત (ઉ.વ.30) અને તેમનો ભાઇ કાદર ભચુ જત (ઉ.વ.28) બેઠા હતા. ત્યારે આરોપી સીરાજ અકબર ખલીફાને કહ્યું હતું કે, મારા કાકાઇ ભાઇ સબીરને તું ઉધા રવાડે કેમ ચડાવશ તેમ કહતાં ઝઘડો થયો હતો. જેમાં ગુલામે સીરાજને માર માર્યો હતો. જેથી સીરાજે આ બાબતે તેના…
લોકભાષા-ગાંધીધામ: કચ્છ અને અમદાવાદ વચ્ચે નવી વંદે ભારત મેટ્રો ટ્રેન સેવાની શરૂઆત થતાં, પ્રદેશના વિકાસમાં એક નવું સીમાચિહ્ન ઉમેરાયું છે. આ આધુનિક અને ઝડપી રેલ સેવા કચ્છના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. નવી વંદે ભારત મેટ્રો ટ્રેન ભુજ અને અમદાવાદ વચ્ચે અઠવાડિયામાં છ દિવસ દોડશે, જે પ્રવાસીઓને સુવિધાજનક અને આરામદાયક મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે, તેવું ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા જણાવાયું છે ભુજથી અમદાવાદ જતી ટ્રેન નંબર 94802 દરરોજ સવારે 5:05 વાગ્યે ઉપડશે અને સવારે 10:50 વાગ્યે અમદાવાદ પહોંચશે (રવિવાર સિવાય). જ્યારે અમદાવાદથી ભુજ જતી ટ્રેન નંબર 94801 સાંજે 5:30 વાગ્યે ઉપડશે અને રાત્રે 11:30 વાગ્યે ભુજ પહોંચશે…
લોકભાષા-ભુજ : કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસને લઈને કચ્છ જિલ્લા વહીવટીતંત્ર તેમજ આરોગ્ય વિભાગની પ્રવર્તમાન કામગીરી તથા સ્થિતિની પ્રભારી સચિવ તથા આરોગ્ય કમિશ્નર હર્ષદ પટેલે જિલ્લા કલેક્ટર અમિત અરોરા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા કરી હતી. બેઠકમાં ઇન્ફેક્શસ ડિસીઝ કંટ્રોલ નોડલ ઓફીસર ડો.કમલેશ ઉપાધ્યાયે આરોગ્ય કમિશ્નરને અસરગ્રસ્ત અબડાસા અને લખપત તાલુકામાં નવા કેસ અને માનવ મૃત્યુની પ્રવર્તમાન સ્થિતિથી વાફેક કરીને રીસર્ચ મુજબ આ પ્રકારના કેસમાં આગામી સમયમાં શું સારવાર કરી શકાય તે અંગે આરોગ્ય નિષ્ણાંતો દ્વારા બનાવાયેલા ટ્રીટમેન્ટ પ્રોટોકલથી અવગત કર્યા હતા. શંકાસ્પદ તાવના કેસમાં ખાનગી તથા સરકારી સારવાર કેન્દ્રમાં કઇ રીતે સારવાર…
લોકભાષા-ભુજ : તાલુકાના સણોસરા ગામે મોમાંય માતાજીના મંદિરમાં દાનપેટી તોડી તસ્કરો 35 હજારની ચોરી કરી ગયા હતા જ્યારે મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામે મકાનમાંથી સાડા ત્રણ લાખની ચોરીની ઘટના પ્રકાશમાં આવવા પામી છે જાણવા મળતી વિગતો મુજબ ભુજથી 35 કિલોમીટરના અંતરે આવેલ મોમાંય માતાજીના મંદિરે તસ્કરો ગત તારીખ 10.9 ના તસ્કરો મંદિરની ગ્રીલમાં લગાવેલ દાનપેટીનો લોક તોડી રોકડ 35 હજારની ચોરી કરી ગયા હતા.આજે સવારે ઘટનાની જાણ થતાં રવાભાઈ રામાંભાઇ રબારીએ માનકુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.માતાજીના મંદિરમાં ચોરી કરનાર ઇસમોને તાત્કાલિક ઝડપી પાડવા માંગ ઉઠવા પામી છે. જયારે નાના કપાયા ગામે આવેલી પૂર્વી પાર્ક સોસાયટીમાં ગત તારીખ 4.9.થી 7.9…
લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એલ.સી.બીએ ઘરફોડ ચોરીમા સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે અંજાર પોલીસને સોંપ્યા હતા આ અંગે મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ એલ.સી.બીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપી મેઘપર બોરીચીમાં આવેલ ઓધવ રેસીડેન્સી-૨ ની પાછળના ભાગે આવેલ અંજાર-આદિપુર નર્મદા કેનાલ ઉપર બેઠેલ છે. તેવી બાતમી મળી હતી જેના આધારે સ્થળ ઉપર પહોંચી તપાસ કરતાં ત્યા બેઠેલા બે શખ્સો ભીમબહાદુર માનબાહદુર શાહી અને હીમાલ મનબહાદુર શાહીને પુછપરછ કરતા અંજારના મેઘપર બોરીચીના રહેણાંક મકાનમાં થયેલી ચોરીમાં સંડોવાયેલા હોવાની કબુલાત કરી હતી બને આરોપીને ઝડપી લીધા હતા. પૂર્વ કચ્છ એલસીબીએ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી ભીમબહાદુર…
લોકભાષા-નલિયા : અબડાસા તાલુકાના છસરા અને વડસર ગામના ખેડૂતો દ્વારા અબડાસા તાલુકાના નાયબ કલેકટર તેમજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ જેમાં હાલ વડસરના સીમાડામાં જે આડબંધ બાંધવામાં આવ્યું છે આ આડબંધના પાણી સાથે દરિયાનું પાણી પણ ભેગું થઈ ગયું છે જે બંધ હાલ તૂટી ગયેલ છે અને આ આડબંધના કારણે વડસર અને છસરાની ખેતીની જમીન હાલમાં ધોવાણ થઈ ગઈ છે જેથી આ બંધ હવે પછી તેનું સમારકામ કરવામાં ન આવે તે સંદર્ભે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં છસરા અને વડસર ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે આ આડબંધના કારણે અમારા વડસર અને છસરા ના ગામની ખેતીની જમીનનું ધોવાણ થઈ ગયેલ છે…
લોકભાષા-ભુજ : કચ્છ જિલ્લામાં લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવની પરિસ્થિતિને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ લખપત તાલુકાના બેખડા ગામની જાત મુલાકાત લીધી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ ગામના સરપંચ રમઝાન ઓઝાત અને જત સમુદાય અગ્રણી ઝકરીયા હાજી નુર મોહમ્મદ તેમજ ગ્રામજનો સાથે સંવાદ કરીને આરોગ્યની પ્રવર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ મૃતકોના પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે મૃતકોના પરિવારજનોને દિલાસો આપીને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ દુઃખની ઘડીમાં તેમની સાથે ઊભી છે. બીમારીનું મૂળ કારણ શોધીને અને હવે…
લોકભાષા-ભુજ : કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસની પરિસ્થિતિને લઈને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દયાપરની મુલાકાત લઈને ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રીએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રવિન્દ્ર ફૂલમાલી પાસેથી વિગતો મેળવીને પરિસ્થિતિ મુજબ સ્ક્રીનીંગ અને ટેસ્ટ કરવા સૂચના આપી હતી. આરોગ્ય મંત્રીએ દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ દર્દીઓના હાલચાલ પૂછીને રાજ્ય સરકાર નાગરિકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા કરીને તમામ પગલા લઈ રહી હોવાનો દર્દીઓને વિશ્વાસ અપાવ્યો હતો. આ મુલાકાત દરમિયાન કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, અગ્રણી…
લોકભાષા-ભુજ : મુંદરાના સીએફએસ કંપનીના જનરલ મેનેજર પોતાની અલગ કંપની ઉભી કરીને મશીનરી સહિતના બીલો બનાવીને રૂપિયા 83.60 લાખની ઉચાપત કરી હોવાનું સામે આવતાં આરોપી વિરૂધ્ધ મુંદરા પોલીસ મથકમાં ગુનો નોંધાવાયો હતો. મુંદરા પોલીસ મથકે મુળ અમદાવાદના હાલ મુંદરા સીએફએસમાં એમ્પેઝર લોજીસ્ટીક કંપનીમાં વાઇસ પ્રેસિડન્ટ તરીકે ફરજ બજાવતા અમિત દેવેન્દ્રપ્રતાપ ભટનારે આરોપી આકાશ જીતેન્દ્ર દેશાઇ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન બન્યો હતો. આરોપી આકાશ કંપનીના જનરલ મેનેજર તરીકે ફરિયાદીની કંપનીમાં જોડાઇને પોતાની ફરજ દરમિયાન પોતાની અલગ કંપની બનાવી હતી અને મશીનરી, ઓવરટાઈમ, મેન્ટેનન્સના નામે બીલો બનાવ્યા હતા. જે કંપનીના એકાઉન્ટ વિભાગમાંથી પાસ કરાવીને કંપનીમાંથી…
લોકભાષા-ગાંધીધામ : અંજાર પોલીસે છેલ્લા એક વર્ષથી પ્રોહિબિશનના અનેક ગુનામાં સંડોવાયેલા આરોપી કાનજી ઉર્ફે કાનો વેલાભાઈ બઢિયાને ઝડપી પાડ્યો હતો અંજાર પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા લીસ્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે અંજાર પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ અંજાર પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે છેલ્લા એક વર્ષથી વિવિધ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો અને નાસ્તો ફરતો આરોપી અંગેની બાતમી મળી હતી પોલીસે બાતમીના આધારે સ્થળ ઉપર પહોંચી તપાસ કરી આરોપી કાનજી ઉર્ફ કાનો વેલાભાઈ બઢીયાને ઝડપી પાડ્યો હતો. આ આરોપી વિરુદ્ધ અંજાર પોલીસ મથકમાં ચાર, ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે એક…

