Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : અબડાસા પંથકમાં ફેલાયેલી ભેંદી બીમારીમાં મૃત્યુ થવાની સંખ્યમો વધી રહી છે વધુ બેના મૃત્યુ નિપજતા મૃત્યુ આંક આંક ૧૭ પર પહોંચ્યો હતો. કચ્છ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ છતાં બિમારીથી મૃત્યુ આંક વધતા લોકોમા વધતી ચિંતા વ્યાપી છે હાલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રભારી મંત્રી પ્રફૂલ્લ પાનશેરીયા, આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદી સહિતનો કાફલો હાલ અસરગ્રસ્ત તાલુકાઓની મુલાકાતે પહોંચ્યો છે. આ દોડધામ વચ્ચે વધુ એક જત યુવકનું મૃત્યુ નીપજ્યું છે. મરણ જનાર ૪૨ વર્ષિય અલાના જત અબડાસાની ભારાવાંઢનો હતો. અલાના જત અને તેનો ૧૫ વર્ષિય કિશોર પુત્ર બે સોમવારે ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ…

Read More

લોકભાષા-ભુજ : સુરતમાં જે રીતે ગણેશ પંડાલ પર પથ્થરો ફેંકી શાંતિ ડોહળવા માટે પ્રયત્ન થયો તેવીજ ધટનાને કચ્છમાં અંજામ આપવાનો મનસુબો કેટલાક શખ્સોનો હતો. જો કે ગામે શાંતિપુર્ણ રીત પોલીસ ફરીયાદ સાથે આવા તત્વો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી બરાબરનો બોધપાઠ આપ્યો છે. નખત્રાણાના કોટડા(જ) ગામે બે દિવસ પહેલા એક ધાર્મીક સ્થળની આસપાસ સ્થાપીત કરાયેલા ગણેશ મુર્તિ પર પથ્થર ફેંકી તેને ખંડીત કરવામાં આવી હતી અને એટલુ જ નહી પરંતુ ગામમાં આવેલા અન્ય એક ધાર્મીક સ્થળ પર લીલી ધજા પણ રાખી દેવાઇ હતી. જે મામલે સ્થાનીકોએ પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે આઠ શખ્સો સામે ફરીયાદ નોંધી તપાસ આરંભી હતી જેમાં…

Read More

લોકભાષા-ગાંધીધામ :ગાંધીધામ ચેમ્બરની આગેવાનીમાં કચ્છના ટ્રાન્સપોર્ટરોએ આપેલી નો રોડ નો ટેક્સ લડતને આખરે સફળતા મળી છે અને ચાર દિવસમાં કચ્છના ચારેય ટોલનાકા ઉપર આવેલા નેશનલ અને સ્ટેટ હાઇવે ની મારામત કામગીરી કરવાની બાહેધારી મળતા લડતને સમેટી લેવામાં આવી હતી. આ અંગે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વેઠવી પડતી મુશ્કેલીને ધ્યાને લઈ ગાંધીધામ ચેમ્બર દ્વારા આગેવાની લઈને નો રોડ નો ટેક્સ મુહીમ ચલાવવામાં આવી હતી આજે સવારે શરૂ કરવામાં આવેલી આ લડતમાં મોખા ચોકડીએ સેંકડોની સંખ્યામાં ટ્રક, ટ્રેલર, ટેન્કર ઉભી રહી ગઈ હતી દરમિયાન વહીવટી તંત્ર દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો હતો…

Read More

લોકભાષા-ભુજ :કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસની પરિસ્થિતિને લઈને તંત્ર દોડતું થઈ ગયું છે અત્યાર સુધી 15 વ્યકતીઓના મોત નિપજ્યા છેઆવતીકાલે તા. ૧૧/૦૯/૨૦૨૪ના રોજ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. આરોગ્ય મંત્રી સાથે કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયા પણ આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત રહેશે. આરોગ્ય મંત્રી અને પ્રભારીમંત્રી કચ્છ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસની સ્થિતિની સમીક્ષા કરશે. આ ઉપરાંત કચ્છ જિલ્લામાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ અને તબીબી માળખાકીય સુવિધાઓ અંગે બેઠકમાં સમીક્ષા કરાશે. આ બેઠક બાદ આરોગ્ય…

Read More

લોકભાષા-ગાંધીધામ :અંજાર નજીક આવેલી જીનશ કંપનીના ગોડાઉનમાં એકએક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઈ હતી આગે ગણતરીના સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતુ સવારના પ્રસાદ એકાએક લાગેલી આગને કારણે ધુમાડાના ગોટેગોટા દુર દુરથી દેખાયા હતા અંજાર નજીકની ઈલેક્ટ્રોનિક આઈટમોનુ ઉત્પાદન કરતી કંપનીના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે જ કંપનીના કર્મચારીઓને બહાર નીકળવામા આવ્યા હતા. સદનસીબે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. મંગળવારે સવારે અંજાર નજીકની જીનશ કંપનીમા અચાનક ભભૂકી ઉઠેલી આગને કાબુમાં લેવા દશથી વધુ ફાયરબ્રિગેડ ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અંજાર અને ગાંધીધામ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઉપરાંત ડીપીએ, ઇઆરસી, વેલસ્પન, કંડલા ટીમ્બર…

Read More

લોકભાષા-ભુજ :ભુજ-નખત્રાણા હાઈવે રોડનું નવીનીકરણ થયું ત્યારથીજ આ રોડનું કામ વગર પાટે ચાલી રહ્યું છે. ૨૦૧૮ની સાલમાં આ રોડનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું અને બે વર્ષે આ કામ પૂર્ણ થયું હતું.વરસતા વરસાદમાં પણ કામ ચાલુ હતું.અને આ હાઈવે રોડનું કામ પુરૂ થયું નહોતું અને ખાડા પુરવાનું કામ શરૂ થયું હતું તે આજ સુધી આ હાઈવેપર ખાડાજ પુરવામાં આવી રહ્યા છે.આ હાઈવે થોડો વરસાદ વરસે કે ના વરસેને ડામર ઉખડતાની સાથે ખાડાઓ થઈ જાય છે.તંત્ર દ્વારા અવારનવાર ખાડા પુરવામાં આવે છે.તેમાં પણ લીપા પોતી કરવામાં આવે છે.હાલ નખત્રાણા પંથકમાં વરસાદ સચરાચર અને સારો પડવાના કારણે આ ભુજ-નખત્રાણા હાઈવે રોડપર ઠેક-ઠેકાણે…

Read More

લોકભાષા-ગાંધીધામ :ગાંધીધામ બી ડિવિઝન પોલીસએ પોક્સો તથા આઈ.ટી.એકટના ગુનામા સંડોવાયેલ આરોપીને ઉતરપ્રદેશથી પકડી પાડયો હતો ગાંધીધામ બી ડીવીઝન પોલીસ મથકે ભોગબનનારને ફોસલાવી તેની સાથે બળાત્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી બિભત્સ વિડીયો-ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હોવાની ફરિયાદ નોંધાઇ હતીદરમિયાન પોલીસ આરોપીને ઝડપી લેવા ઉતર પ્રદેશના બિસન્ડા પહોંચી હતી જ્યાંથી આરોપી ગંગાસાગર રામગુલામ નિષાદને ઝડપી પાડ્યો હતો. આ અંગેની મળતી વિગતો મુજબ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમા પોક્સો એકટ કલમ-૪ તથા ૧૨ તથા ધી ઈન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એકટ ૨૦૦૮ ની કલમ- ૬૬(સી),૬૭ મુજબની ફરિયાદ નોંધાઇ હતી. ભોગબનનાર ને ફોસલાવી તેની સાથે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી બિભત્સ…

Read More

લોકભાષા-ભુજ :ભુજના દાદુપર રોડ પર વાલ્મીકીવાસમાં જુગાર રમતા મંજુલાબેન વિશ્રામભાઇ વાલ્મીકી, રંજનબેન પ્રવિણભાઇ વાણીયા, રંજન ઉર્ફે મુનીબેન પ્રકાસભાઇ વાણીયા, ભારતીબેન રમેશભાઇ વાઘેલા, ગીતાબેન હરજી પુરબીયા વાઘેલા, સંગીતાબેન રાહુલભાઇ સોલંકી, ગૌરીબેન પપ્પુ ઉર્ફે શામજીભાઇ પરમાર નામની આઠ મહિલાને બી ડિવિઝન પોલીસે પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂપિયા 12,330 તેમજ 10,500ના ત્રણ મોબાઇલ મળીને રૂપિયા 22,830નો મુદામાલ કબ્જે કરીને તમામ સામે ગુનો નોંધ્યો હતો.માંડવીના તલવાણા હરીપર માકરાઇ તળાવ પાસે જુગાર રમતા હાસમ આધમ સંઘાર, રસીદ ઇબ્રાહિમ રાયમા, રાહુલ આત્મારામ મહેશ્વરી, સલીમ ઇશાક થેબા, મજીદ અબ્દુલ્લા થેબાને રોકડ રૂપિયા 13,340 તથા 10 હજારની બાઇક મળી કુલે રૂપિયા 23,340 સાથે કોડાય પોલીસે પકડી પાડી…

Read More

લોકભાષા-ભુજ :મોરબી જિલ્લાના માળીયા-મીયાણા ગામના યુવકને મોરબી જેલથી ભુજ પાલારા ખાસ જેલમાં ટ્રાન્સફર કરાયા બાદ કેદીએ પાલારા જેલમાં ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પોલીસ પ્રસાશનમાં દોડધામ મચી જવા પામી છે. જેલ અધિક્ષક ડી.એમ.ગોહિલએ આ અંગે જણાવ્યું હતું કે, ગત જુન માસ દરમિયાન ટંકારા પોલીસ મથકના 6 જુનાના પોક્સોના કેસમાં માળીયા-મીયાણા તાલુકાના વીર બીદરકા ગામના મોહિત ભરતભાઇ સુરેલા (ઉ.વ.22) નામના યુવકને પકડી પાડ્યા બાદ મોરબી સ્પેશીયલ પોક્સો કોર્ટેના હુકમથી 4 ઓગસ્ટના મોરબીની જેલમાં ધકેલી દીધો હતો. મોરબીની જેલ નાની હોવાથી 6 ઓગસ્ટના મોરબી જેલથી આરોપીને ભુજ પાલરા જેલમાં દાખલ કરાયો હતો. દરમિયાન સોમવારે સવારે પોણા બાર વાગ્યાથી ત્રણ વાગ્યા દરમિયાન બેરેકની…

Read More

લોકભાષા-ભુજ : ધ્રબ સીમમાં આવેલી સૂરઇ નદીમાં નાહવા પડેલા પરપ્રાંતિય આધેડનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. નખત્રાણા તાલુકાના વડવાકાંયા ગામે રહેતા 62 વર્ષીય વિધવા મહિલાએ બીમારીથી કંટાળી ફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મુળ મધ્ય પ્રદેશના 63 વર્ષીય નારાણભાઇ ચંન્દ્રવંશી નામના પરપ્રાંતિય રવિવારે સાંજે છ વાગ્યાના અરસામાં ધ્રબની સીમમાં આવેલી સૂરઇ નદીના ચેક ડેમ પર નાહવા ગયા હતા. તેમને પરતા ન આવડતું હોઇ નદીમાં પડી જવાથી ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું હતું. મુંદરા પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી હતી. તો, નખત્રાણા તાલુકાના વડવાકાંયા ગામે રહેતા ભજીબેન ભારમલભાઇ બુચીયા નામના મહિલા બીમાર રહેતા હોઇ રવિવારે…

Read More