Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના ગડા ગામ નજીક એક ખેતરમાં ભીષણ આગ લાગતા ભારે નુકસાન થયું છે. પ્રાથમિક માહિતી મુજબ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના સામે આવી છે.આ આગના કારણે ખેતરમાં ઉભેલો 4 એકર ઘઉંનો પાક સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગયો છે. એટલું જ નહીં,ખેતરમાં લગાવેલી ડ્રિપ સિસ્ટમને પણ ભારે નુકસાન થયું છે.આગ એટલી ઝડપી ફેલાઈ કે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી તે પહેલા જ મોટું નુકસાન થઈ ગયું. આ દુર્ઘટનાથી ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. આ ઘટનાને લઈને સ્થાનિક પ્રશાસન દ્વારા ખેડૂતને વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જયારે માનકુવામાં મોપેડમાં આગની ઘટના બનવા પામી હતી

Read More

લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના સરલી ગામે આવેલી પથ્થરની ખાણમાંથી ચોરી કરી જવાના કેસમાં માનકુવા પોલીસે ગણતરીના કલાકોમાં દહિસરાના આરોપીને પકડીને ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો. આરોપીના કબ્જામાંથી રૂપિયા 35,800નો ચોરાઉ મુદામલ સાથે બે લાખની ટ્રક કબ્જે કરી હતી. પુછપરછમાં અન્ય સરલી ગામના બે ચોરના નામ ખુલ્યા હતા. સરલી અને ઝીંઝો ટીંબો વિસ્તારમાં આવેલી પથ્થરની ખાણમાં ગત 21 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો. જે અંગે બુધવારે માનકુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી. દરમિયાન માનકુવા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના પગલે માનકુવા પોલીસની ટીમે દહિંસરા ગામે રહેતા અસલમ ઉર્ફે ભાલો અબ્દુલ કુંભાર (ઉ.વ.27)ને ઝડપી પાડ્યો હતો.…

Read More

લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના ભારાપરમાં પરણીત મહિલાએ અને પધ્ધર પાસેની કંપનીમાં મજુરે અકડ કારણોસર ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તો, ખાવડા પાસેની આર.ઇ. કંપનીમાં થાંભલા પર પડી જતાં શ્રમજીવીનું મોત નીપજ્યું હતું. પોલીસે બનાવ અંગે તપાસ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ ભારાપર ગામે રહેતા કાંતાબેન પુનમભાઇ મહેશ્વરી (ઉ.વ.37) નામના મહિલા બીમાર રહેતી હોય બીમારીથી કંટાળીને ગત 16 માર્ચના સાંજે સાડા છ વાગ્યે પોતાના ઘરે પંખા પર દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઇ લીધો હતો. મહિલાને પ્રથમ કે.કે. હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ વધુ સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ જવાતાં જ્યાં ફરજ પરના તબીબે બુધવારે રાત્રે સાડા નવ વાગ્યે મૃત જાહેર…

Read More

લોકભાષા-ભુજ : શેખપીરથી પાલારા જેલ સુધી બાયપાસ રોડ બનાવવા રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નિતિન ગડકરીને કચ્છ સાંસદ વિનોદભાઇ ચાવડાએ રજુઆત કરી હતી લોકસભા સત્ર દરમ્યાન સડક પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નિતિનભાઈ ગડકરીની રૂબરૂ મુલાકાત લઈ ભીમાસર અંજાર ભુજ ખાવડા ધર્મશાળા સુધી નવ નિર્મિત બનતો નેશનલ હાઇવે નંબર ૩૪૧ ભુજ શહેર માંથી પસાર થાય છે તેને શેખપીરથી પાલારા સુધી બાયપાસ રોડ બનાવવા માટે વિનંતી પત્ર આપ્યો હતો. મંત્રી નિતિનભાઈ ગડકરીએ રજૂઆતની નોંધ લઈ વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ માટે સકારાત્મક અભિગમ દાખવેલ છે તેમ સાંસદએ જણાવ્યું હતું કે ૧૫૨ કી.મી નું રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૩૪૧ કચ્છ ભીમાસર – અંજાર…

Read More

લોકભાષા-ભુજ : લખપત તાલુકાના દયાપર ગામે છેલ્લા ત્રણ વર્ષથી ગાયનેક નર્સિંગ હોમ ખોલીને સગર્ભા મહિલાનું નિદાન અને પ્રસુતિ કરાવતી બીહારની બોગસ મહિલા તબીબને આરોગ્ય વિભાગ અને દયાપર પોલીસે રૂપિયા 4,69,339 ની કિંમતના એલોપેથીક દવાઓ અને સાધનો સાથે ઝડપી પાડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ દયાપર પોલીસ અને દયાપર હેલ્થ ઓફિસરની ટીમે બાતમીના આધારે દયાપર ગામે મારૂતી કોમ્પ્લેક્ષમાં આવેલ જનની હોસ્પિટલમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મુળ બીહારની અને હાલ દયાપર ગામે રહેતા અનુરાધાબેન મંટુપ્રસાદ યાદવ (ઉ.વ.39) નામની બોગસ મહિલા તબીબ મળી આવી હતી. તેની પાસેથી કોઇ પણ જાતના એલોપેથીક કે, ગાયનેક ડોકટર તરીકેની ડીગ્રી કે, સર્ટી ન હોવા છતાં છેલ્લા ત્રણ…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વેરા વસુલાત સઘન બનાવી હતી અને ટેક્ષ ભરવામાં કસુરવાર એકમો સીઝ કરવામાં આવ્યા હતા તેમજ હજુ ટેક્સની ભરપાઈ કરવામાં નહી આવે તો હરરાજી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગાંધીધામ મહાનગરપાલિકાના વેરા વસૂલાત વિભાગ દ્રારા ગાંધીધામ ખાતે સેક્ટર-11 ના પ્લોટ નં.77, પ્લોટ નં.77/1 તથા પ્લોટ નં.94 ના બાકી મિલકત વેરા અનુક્રમે રૂપિયા 7,54,527, રૂપિયા 10,21,126 અને રૂપિયા 15,78,024 વર્ષ 2024-25ના માર્ચ-2025 અંતિમ બાકી નીકળતા હોય તેઓને નોટીસ આપવામાં આવેલ હોવા છતા બાકી રકમ ભરપાઈ કરવામાં આવેલ ન હોય ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સદર પ્લોટ પર આવેલ કુકવેલ ફૂડ પ્રા. લિ. ને જપ્તી/સીલ કરવામાં આવેલ છે તેમજ સમયમર્યાદા…

Read More

લોકભાષા-ભુજ : અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારોને ડામવા પશ્ચિમ કચ્છ પોલીસે જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરના વિવિધ વિસ્તારમાં સઘન કોમ્બિંગ હાથ ધરીને 42 આરોપીઓના રહેણાક અચાનક છાપો માર્યો હતો. જેમાં બે આરોપીઓને તલવાર, ધારિયા, છરી, નકલી બિસ્કિટો સાથે પકડયા હતા. દરમિયાન ભુજ શહેર પોલીસ મથકના છેતરપીંડી, અપહરણ અને ગેરકાદે હથિયાર રાખવાના ગુનામાં સંડોવાયેલા ભુજ રહિમનગરમાં રહેતા ચીટરના ઘર પાસે પાર્ક કરેલી સ્કોર્પિયો કાર મળી આવી હતી. જેમાંથી 24,31,342ની કિંમતના સોનાના દાગીના અને 6 લાખ 90 હજાર રોકડા રૂપિયા તથા ધારિયું, તલવાર, ભાલો અને લોખંડના પાઇપ સહિતનો મુદમાલ મળી આવ્યો હતો. જ્યારે રીઢો આરોપી હાથ લાગ્યો ન હતો. તો બીજીતરફ એરપોર્ટ…

Read More

લોકભાષા-ભુજ : કચ્છમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા સંયુક્ત રીતે જીયોલોજી-ભૂકંપને લઈ રિસર્ચ કરાશે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (આઈએસઆર) વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.આ એમઓયુ હેઠળ, કચ્છ યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા સંયુક્ત રીતે જીયોલોજી, ભૂકંપ અને જીઓફિઝિક્સ સાથે સંકળાયેલા વિવિધ સંશોધન પ્રોજેક્ટો હાથ ધરવામાં આવશે.એકમાત્ર સંશોધન ઇન્સ્ટિટ્યુટ છે કચ્છ યુનિવર્સીટીના હેડ ઓફ જી્યો સાયન્સ અને ડીન ફેકલ્ટી ઓફ સાયન્સના સુભાષ ભંડારીના જણાવ્યા પ્રમાણે આઈએસઆર ભારતની એકમાત્ર સંશોધન ઇન્સ્ટિટ્યૂટ છે જે ભૂકંપ પર ઉચ્ચતરનું સંશોધન કરે છે અને ગુજરાત જ નહીં, પરંતુ ભારતના વિવિધ ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું…

Read More

લોકભાષા-ગાંધીધામ : અહીંના અગ્રવાલ સમાજના ઉપક્રમે આજરોજ ભવ્યાતિભવ્ય વૈભવશાળી સર્વ પ્રથમ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ ઉજવાયો હતો. અગ્રવાલ સમાજ દ્વારા પારિવારીક લગ્ન જેવી ભવ્યતા અને રજવાડી ઠાઠ સાથે યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં ૧૧ યુગલો સપ્તપદીના ફેરા ફરી પ્રભુતામાં ડગ માંડ્યા હતા. આ તકે ગાંધીધામના આંબેડકર ભવન ખાતે અગ્રવાલ સમાજની સામાજિક સંસ્કૃતિની ભવ્ય ઝલક જોવા મળી હતી. ગાંધીધામ અગ્રવાલ સમાજના પરિવારોની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલા ભવ્ય લગ્ન સમારોહમાં આચાર્ય ઠાકુરદત્ત શર્માના માર્ગદર્શન હેઠળ ભૂદેવોએ ૧૧ દંપતિઓને વૈદિક મંત્રોચ્ચાર સાથે સપ્તપદીના ફેરા કરાવ્યા હતા. મહામંડલેશ્વર પ.પૂ.ગીતા મનીષી સ્વામી જ્ઞાનાનંદજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહી નવ દંપતિઓને આશીર્વાદ આપ્યા હતા. આ ભવ્ય સમૂહ લગ્નોત્સવ સમારોહમાં કાસેઝના ઝોનલ…

Read More

લોકભાષા-ભુજ : ભુજમાં મટન શોપ ચલાવતાં ૨૫ વર્ષિય યુવકને આદિપુરની યુવતી મારફતે પ્રેમ જાળમાં ફસાવી પાંચ જણે કાવતરું ઘડીને નકલી પતિ અને નકલી પોલીસ બનીને ૨૧ લાખ રૂપિયા પડાવી લીધાં હોવાનો બનાવ બહાર આવ્યો છે. આ બનાવમાં કોંગ્રેસના નગરસેવક સહીત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. ગત તા. ૧૭-૧૧-૨૦૨૪થી ૨૫-૦૨-૨૦૨૫ દરમિયાન બનેલા બનાવ અંગે ભુજ એ ડિવિઝન પોલીસે આદિપુરની મુસ્કાન નામની યુવતી સહિત પાંચ લોકો સામે ગુનો દાખલ કરીને કેટલાંક આરોપીઓની અટક કરી ગહન પૂછપરછ હાથ ધરી છે. શહેરના હારુન જવેલર્સ પાસે ખાટકી ફળિયામાં રહેતા અને મટન શોપ ધરાવતા મહેબુબ શબ્બિર ખાટકીએ બનાવ અંગે મુસ્કાન, કોડકી રોડ પર ધારાનગરમાં રહેતા કોંગ્રેસી…

Read More