લોકભાષા-ભુજ :
ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, કચ્છના ફૂડ સેફ્ટી ઓફિસર એમ. એમ. પટેલ દ્વારા કચ્છ જિલ્લાની 12 જેટલી હોસ્ટેલમાં તપાસ કરી નમુના લીધા હતા.
આ કામગીરીમાં કચ્છ યુનિવર્સિટીનું અન્નપૂર્ણા ભવન, સરકારી બોયઝ હોસ્ટેલ, અદાણી મેડિકલ કોલેજ હોસ્ટેલ્સ, લેવા પટેલ બોર્ડિંગ ભચાઉ, વીરાયતન માંડવી વગેરે અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને 10 જેટલા નમુનાઓ પણ લઇ પૃથક્કરણ અર્થે મોકલ્યા હતા.
વ્યક્તિગત સ્વચ્છતા રસોઈ બનાવતા અને પીરસતા તમામ કર્મચારીઓ માટે માથા પર કેપ/ટોપી, હાથમાં મોજાં અને સ્વચ્છ એપ્રોન પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. દૂષિત પાણી, કૃત્રિમ રંગો, વાસી કે બગડેલા શાકભાજી અને ચટણીનો ઉપયોગ ન કરવા માટે સખત ચેતવણી આપવામાં આવી છે.
આગામી દિવસોમાં પણ આ પ્રકારનું અચાનક ચેકિંગ ચાલુ રહેશે અને નિયમોનો ભંગ કરનારાઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


