લોકભાષા-ગાંધીધામ :
ભવાની પાર્કિંગમા પાર્ક કરેલ ટ્રકમાં પથ્થ૨ની આડસમાં ચોરખાનુ બનાવી છુપાવેલા વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ગાંધીધામ બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો હતો.
ગાંધીધામ બી ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી મળી હતી કે ગાંધીધામ નેશનલ હાઇવે મચ્છુનગર પુલ નજીક આવેલ ભવાની પાર્કિંગમાંથી રાજસ્થાન પાર્સિંગની ટ્રકની અંદર ભરેલ લંબાઈ વાળા પથ્થરોની આડસમાં બનાવેલ ખાનામાં વિદેશી દારૂની પેટીઓ રાખવામાં આવી છે
ગાંધીધામ પોલીસે બાતમીના આધારે તપાસ કરતા
ટ્રક રજી નંબ૨-આરજે-૦૪-જીબી-૯૦૧૧મા પથ્થરની આડમા ગોઠવવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આરોપમપ્રકાશ લાધુરામ બિશ્નોઈ ઉ.વ.૨૪ ૨હે- વાડાન્યા તા-બાગુડા જી-ઝાલોર રાજસ્થાનને મેક ડોવેલ્સ નંબ૨-૧ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ- ૧૬૧૯ કિંમત રૂપિયા ૯,૦૯,૮૭૮, રોયલ સ્ટગ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ- ૧૨૦૦ કિંમત રૂપિયા ૮,૦૭,૬૦૦, રોયલ ચેલેન્જ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૮૪૦ કિંમત રૂપિયા ૫,૭૬,૨૪૦, બ્લેક લેસ ૨મ ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૦૭૯ કિ.રૂ. ૩,૭૭,૬૫૦, બ્લેક જેગુઆર ૨૫ ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૩૯૬ કિ.રૂ. ૧,૩૮,૬૦૦, બ્લેન્ડર પ્રાઇડ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૮૪ કિ.રૂ. ૮૨,૨૩૬, ઓલ સિઝન વ્હોસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૪ કિ.રૂ. ૧૭,૭૩૬, હેવર્ડસ ૫૦૦૦ બીય૨ ૫૦૦ એમ.એલ.ના ટીન નંગ-૭૦૨ કિ.રૂ.૮૬,૩૪૬, ટ્રક રજી નંબ૨-આરજે-૦૪-જીબી-૯૦૧૧ કિ.રૂ.૧૫,૦૦,૦૦૦ મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૪૫,૦૧,૨૮૬નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આ ગુનામા આ૨ોપી કાલુ ઉર્ફે રવિ જાટ રહે- હિન્સાર હરીયાણાનુ બહાર આવ્યું હતું તેના વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

