લોકભાષા-ગાંધીધામ :
સરકારના નિયમોનો ઉલ્લંઘન ક૨ના૨ બે ગનમેનને પૂર્વ કચ્છ એસઓજીએ બંદુક સાથે ઝડપી લીધા હતા
આ અંગે પોલીસે આપેલી માહિતી મુજબ એસ.ઓ.જી ટીમને બાતમી મળી હતી કે, કંડલા સ્પેશીયલ ઈકોનોમીક ઝોન ગાંધીધામ ખાતે સિકયુરીટી ગાર્ડમાં ગનમેન ગાર્ડ તરીકે નોકરી ક૨તા પ્રાઈવેટ સિક્યુરીટીના માણસો પાસે લાયસન્સ વાળુ હથિયા૨ હોવાનું પરંતુ અત્રેના જીલ્લામાં સક્ષમ અધિકારી પાસે ટેકન ઓવર કરાવી નથી જે બાતમી આધારે તપાસ કરતા શ્યામસિંહ સુરેશસિંહ પ૨મા૨ અને માનવેન્દ્ર ભારતેન્દ્ર પચોરી પોતાની સ્વરક્ષણની બંદુક સાથે હતા જે બંદુકના લાયસન્સ બાબતે પુછપરછ ક૨તા સ્થાનિક જિલ્લામાં સક્ષમ સત્તા અધિકારી સમક્ષ કોઈ નોંધ નહી કરાવી અને ગન ટેકનઓવર નહી કરાવી ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં રાખી ગનમેન તરીકે નોકરી કરી સરકારના નિયમોનુ ઉલ્લંઘન કર્યું હોવાનું બહાર આવ્યું હતું
પૂર્વ કચ્છ એસઓજીએ આરોપી શ્યામસિંહ સુરેશસિંહ પરમાર ઉ.વ.૩૬ ધંધો.પ્રા.નોકરી રહે.હાલે એલર્ટ સિકયુરીટી વોટર ટેન્કની ઓફીસ કંડલા સ્પેશીયલ ઇકોનોમીક ઝોન ગાંધીધામ મુળ રહે નાડોલકા પુરા તા.રૂફેત જી.મોરેના મધ્ય પ્રદેશ અને માનવેન્દ્ર ભારતેન્દ્ર પચોરી ઉ.વ.૪૮ ધંધો. પ્રા. નોકરી રહે.હાલે એલર્ટ સિકયુરીટી વોટર ટેન્કની ઓફીસ કંડલા સ્પેશીયલ ઇકોનોમીક ઝોન ગાંધીધામ મુળ રહે સુભાષનગર તા.રામપુરા જી.જાલોન ઉતરપ્રદેશના કબ્જામાંથી ડબલ બેરલ ૧૨ બો૨ ગન – ૦૨ કિંમત રૂપિયા ૮૦,૦૦૦, જીવતા કારતુસ નંગ-૧૨ કિંમત ૬૦૦
મળી કુલ રૂપિયા ૮૦,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને વિરૂધ્ધ આર્મ્સ એકટ કલમ 30 મુજબ ગાંધીધામ બી.ડીવીઝન પો.સ્ટે ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી સોંપી હતી.

