લોકભાષા-ગાંધીધામ :
અંજાર તાલુકાના મેઘપર બોરીચી સોસાયટી વિસ્તારમાં રહેણાંક 8સ્રી વેશમાં આવી મહિલાની આંખમાં મરચા પાવડર નાંખી, મારપીટ કરી સોનાની ચેઇન તથા રોકડ રકમની લુંટ કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.
આ બનાવની વિગતો મુજબ કીડીયારૂ પુરવા પોતાના ઘરેથી બહાર નીકળી મહિલા પરત ફરતાં ઘરમાં કાંઇક અવાજ આવતો હોય જેથી બેડરૂમમાં ચેક કરતાં તીજોરી ખુલ્લી હોય અને બાથરૂમમાં જોતાં સ્રી વેશમાં આવેલ આરોપીએ તેમની આંખમાં મરચા પાવડર નાંખી, ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી આશરે બે તોલાની સોનાની ચેઇન ઝૂંટવી, ડાબા હાથની આંગળીમાં છરી મારી, ધાક-ધમકી કરી તીજોરી માંથી રોકડા રૂ.૩૫,૦૦૦ની લુંટ કરી નાશી ગયો હોવાની અંજાર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.
બનાવ બાદ નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના વડપણ હેઠળ સીટની રચના કરવામાં આવેલ અને સીટના સભ્ય તરીકે પીઆઈ એન.એન.ચુડાસમા, એલ.સી.બી. તથા પીએસઆઇ એ.આર.ગોહીલ, અંજાર પોલીસ સ્ટેશનને રાખવામાં આવ્યા હતા આરોપીને ઝડપી લેવા અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સર્વેલન્સ મારફતે તપાસ હાથ ધરી હતી તેમજ અલગ-અલગ આશરે-૧૯૮ જેટલા સી.સી.ટી.વી. કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. ફૂટેજમાં એલ.સી.બી. ની ટીમને ગુન્હા સંલગ્ન અતિ મહત્વની ચાવી રૂપ કડી મળી આવી હતી. દરમિયાન આરોપી હર્ષ ભરતભાઈ પટેલ રહે. કૈલાશ જ્યોત સોસાયટી, મેઘપર(બો), તા.અંજાર સંડોવાયેલ હોવાની તેમજ તે અમદાવાદથી ટ્રેન મારફતે ગાંધીધામ આવી રહેલ હોવાની બાતમી મળી હતી જેથી ગાંધીધામ રેલ્વે સ્ટેશન બહાર પોલીસે વોચ ગોઠવી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો.
પોલીસે આરોપીની પુછપરછ કરતા તેને ગુન્હાની કબુલાત કરી લુંટ કરેલ સોનાની ચેઈન બેન્કીંગ સર્કલ, ગાંધીધામ મધ્યે આવેલ ફેડબેન્કમાં મુકી રૂપિયા ૫૫,૦૦૦ ની ગોલ્ડ લોન લીધેલ હોવાનુ જણાવતાં પોલીસે તે અંગે ખરાઈ કરી હતી.
આ ગુનામા આરોપી હર્ષ ભરતભાઈ પટેલ (હળપાણી), ઉ.વ.૨૭, હાલે રહે. કૈલાશજ્યોત સોસાયટી, મેઘપર (બોરીચી), તા.અંજાર, મુળ રહે.સાંયરા (યક્ષ), તા.નખત્રાણા જી.કચ્છ-ભુજને મોબાઇલ ફોન નંગ-૦૧, કિમત રૂપિયા ૫,૦૦૦ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

