લોકભાષા-ગાંધીધામ :
ભચાઉ તાલુકાના રામપર ખાતે આવેલ અવાડા સોલાર પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાંથી તા. ૧૪/૦૧/૨૦૨૫થી તા. ૧૫/૦૧/૨૦૨૫ના સમયગાળામાં અજાણ્યા ઇસમો અવાડા સોલાર કંપનીની ફેન્સીંગ વાય૨ ઘા૨દા૨ હથીયાર વડે કાપી નુકશાન કરી કંપનીમા પ્રવેશી આઈ.સી.આર.ફાઉન્ડેશન નજીક લાકડાના ડ્રમમાં અલગ-અલગ સાઈજના કેબલ વાય૨ ૨૭૪૪ મીટ૨ જેની કુલ કિંમત રૂપિયા ૨.૬૬.૫૦૦ની ચોરી કરી હોવાની સામખીયારી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
સામખિયાળી પોલીસે આ ચોરીના આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન પોકેટ કોપ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ આઘારે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી.
આ ચોરીના ગુનામાં આરોપીઓ અવિનાશ કરશનભાઈ વણક૨ ઉ.વ.૨૨ ૨હે શાઠુનગ૨ સેકટ૨-૬ આઘોઈ તા-ભચાઉ, લાલુભાઈ બાબુભાઈ સંઘા૨ (મણકા) ઉ.વ.૨૪ ૨હે મુળ ગામ રામપ૨ હાલે સેકટ૨-૫ શાહુનગ૨ આઘોઈ તા-ભચાઉ, અરમાન ગફુરભાઈ ગોરી ઉ.વ.૨૦ ૨હે સેકટ૨-૪ આઘોઈ તા-ભચાઉને ચોરાયેલા કેબલ સાથે બોલેરો પીકપ ડાલો જીપ જેના નં. જીજે.13. એટી.5207 જેની કિંમત રૂપિયા 6 લાખ, અશોક લેયલન્ડ ખુલ્લુ ડાલુ નં. જીજે. 39. ટી. 6319 કિંમત રૂપિયા 9લાખ, મોબાઈલ નંગ-૩ જેની કિંમત રૂપિયા 60હજાર તેમજ એક ઘારીયુ તથા એક કટર સહીતના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

