લોકભાષા-ગાંધીધામ :
મહાકુંભમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનારની પશ્ચિમ રેલવે એલસીબીએ ગાંધીધામના પડાણામાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ અંગેની મળતી વિગતો મુજબ અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ ઉપર મેસેજ આવ્યો હતો જેમાં અલ્લાહ અકબર પાકિસ્તાન જિંદાબાદ મેસેજ આવ્યો હતો. જેમાં કુંભમેળા, એરપોર્ટ, રેલવે સ્ટેશનમાં અબ હોગા બડા ધમાકા તેમ લખ્યું હતું જે અંગે આરપીએફ ખાતે ગુનો નોંધાયો હતો.
દરમિયાન પોલીસ દ્વારા આ અંગે આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી અને અધિકારી કર્મચારીઓને ટીમ બનાવી ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનના કર્મચારીઓને સાથે લઈ હ્યુમન રિસોર્સિસથી તપાસ કરતા આ મેસેજ મોકલનારને ઝડપી પાડ્યો હતો.
આ અંગે પોલીસે આરોપી અરુણકુમાર દિનેશચંદ્ર જોશી રહેવાસી પડાણાને ઝડપી પાડવામાં આવ્યો છે. આ અંગેની પોલીસમાંથી વધુ મળતી વિગતો મુજબ આરોપી જે નંબર ઉપરથી મેસેજ કર્યો હતો તે વ્યક્તિ પાસે પૈસા માંગતો હોય ઉઘરાણી કરવા છતાં પૈસા આપતો ન હોય તેને હેરાન કરવા માટે વોટસઅપ મેસેજ કરેલ હોવાનું બહાર આવ્યું છે પોલીસે આરોપી અરુણકુમાર જોશીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રેલવે પોલીસને વોટસઅપ મેસેજ મળતાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી દરમિયાન ગાંધીધામના પડાણામાં રહેતા અને શાકભાજીની લારી તથા કરીયાણાની દુકાન ચલાવતા આરોપી અરૂણકુમાર દિનેશચંદ્રને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

