લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતા સ્પામાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ થતી હોવાના અવારનવાર આક્ષેપો થતા હોય છે ત્યારે ગાંધીધામ એ ડીવીઝન પોલીસે ગાંધીધામના સ્પામા કાર્યવાહી કરી કુટણખાણાનો પર્દાફાશ કર્યો હતો
ગાંધીધામ એ ડિવિઝન પોલીસે મળેલી બાતમીના આધારે ગાંધીધામના ધ કેપીટલ થાઈ સ્પામાં તપાસ કરતા કુટણખાણાનો પર્દાફાશ થયો છે ગાંધીધામના કચ્છ કલા કોમ્પલેક્ષના પ્રથમ માળે ચાલતા ધ કેપીટલ થાઈ નામના સ્પામા પોલીસએ તપાસ કરતા કુટણખાણાનો પર્દાફાશ થયો હતો જેમાં સંચાલક આરોપી રાજવીર પ્રવીણભાઈ ગઢવીની અટકાયત કરવામાં આવી છે રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ 17000 રૂપિયા નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન ત્રણ મહિલાને મુક્ત કરાવવામાં આવી હતી

