લોકભાષા-ગાંધીધામ :
ભચાઉ નજીકથી લોખંડના સળીયાના જથ્થા સાથે એક આરોપીને પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો જયારે અન્ય આરોપીઓ નાસી ગયા હતા.
એલસીબી પીઆઈ એન.એન.ચુડાસમાની આગેવાનીમાં એલ.સી.બી ટીમ ભચાઉ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી કે આરોપી સાવન ભરતભાઈ જોષી રહે. ઉપલોવાસ ભચાઉ તથા મહેન્દ્રસિંહ નામનો ઇસમ બંને સાથે મળી ભચાઉથી સામખીયાળી જતા નેશનલ હાઇવે પર આવેલ આશીષ હોટલની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં પોતાના અંગત ફાયદા સારૂ હાઇવે પર જતા અલગ અલગ ટ્રેલરના ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી લોખંડના સળીયાની ચોરી કરે છે.
બાતમીના આધારે આશીષ હોટલની પાછળ આવેલ ખુલ્લી જગ્યામા તપાસ કરતા એક ટ્રેલર ઉભી હતી જેમાંથી લોખંડના સળીયા આરોપી સાવન ભરતભાઈ જોષી તથા બે અજાણ્યા શખ્સો ઉતારતા હતા દરમ્યાન પોલીસ પહોંચતા નાસી છુટયા હતા.
પોલીસ આરોપી જગદીશ ઉમેદરામ નાઈ (વાળંદ) ઉ.વ. ૩૨ ૨હે. સિયોલોની ઢાણી શૌભાલા જૈતમાલ તા.ગુડમલાની જી.બાડમેર રાજસ્થાનને ઝડપી લોખંડના સળીયા બાબતે પુછપરછ કરતા કોઈ આધાર પુરાવા ન હોય આ જથ્થો ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનુ જણાઈ આવતા આરોપીને પકડી પાડી ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
આ ગુનામા આરોપીઓ સાવન ભરતભાઈ જોષી રહે. ઉપલોવાસ ભચાઉ અને મહેન્દ્રસિંહની સંડોવણી બહાર આવી હતી તેના વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો જ્યારે લોખંડના સળીયા (ખીલાસરી) ૭૦૦ કિલોગ્રામ કિંમત રૂપીયા ૩૮૫૦૦, બીલ્ટી મુજબના લોખંડના સળીયા ૩૮૭૬૦ કિલોગ્રામ કિંમત રૂપિયા ૧૮,૬૧,૯૨૫, ટ્રેલર.નં. જીજે-૧૨-બીવાય ૩૭૯૬ કિંમત રૂપિયા ૧૫,૦૦,૦૦૦ કુલ કિંમત રૂપિયા ૩૪,૦૦૪૨૫નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

