લોકભાષા-ગાંધીધામ :
આદીપુર પોલીસે ગાડીઓ પર સ્ટંટ કરતા ઇસમો પર કાયદેસરની કાર્યવાહી કરી હતી. સોશ્યલ મિડિયામાં વિડીયો વાયરલ થતા મામલો સામે આવ્યો હતો અને પોલીસ હરકતમાં આવી હતી. અવારનવાર બનતા આવા બનાવો સામે પોલીસ કાયદાનો દંડો ઉગામે છે. આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને સોસીયલ મિડીયા પર એક વિડીયો વાયરલ થયેલ જેની તપાસ કરી તથા નેત્રમ શાખાની મદદથી તમામ ગાડીઓના રજીસ્ટ્રેશન નંબરની માહિતી મેળવી તે આધારે તપાસ કરી ફોરવ્હીલ ગાડીઓના વાહન ચાલકો વિરૂદ્ધ આદીપુર પોલીસ મથકે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
આદિપુર પોલીસે આ ગુનામાં આરોપીઓ આર્યા વિશાલ દુબે ઉ.વ.૧૮ રહે.બી/૨૮૮ સપાનાનગર ગાંધીધામ, પાર્થ જેહાભાઈ ચૌધારી ઉ.વ.૨૦ રહે. પ્લોટ નં.૪૮૪ ડીસી-૪૫ આદીપુર, રીતેશ સજન રોહીવાલઉ.વ.૧૮ રહે.સિદ્ધેશ્વર રેસી. મેઘપર (કું) તા.અંજાર, પુનિત ઉમેદ રોહિવાલ ઉ.વ.૨૦ રહે.સિદ્ધેશ્વર રેસી. મેઘપર (કું) તા.અંજાર, જયદિપ મનોહર શર્મા ઉ.વ.૧૮ રહે. બાગેશ્રી ટાઉનશીપ-૧ વરસામેડી તા.અંજાર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ દશ બાળકિશોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
આ કાર્યવાહીમાં પોલીસે અલગ અલગ ફોરવ્હીલ વાહનો નંગ-૦૬ કુલ્લ કિંમત રૂપિયા ૪૪,૫૦,૦૦૦ તથા બે એયરગન સહીતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને વાહન ચાલકો સામે લાઇસન્સ રદ કરાવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

