લોકભાષા-ગાંધીધામ :
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કચ્છમાં ભાજપ જય જયકાર થયો છે જ્યારે કોંગ્રેસને રાપરમાં પોતાનું અસ્તિત્વ ટકાવ્યું હતું નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠકો ઉપર ભાજપે વિજય મેળવ્યો છે.
કચ્છની ભચાઉ અને રાપર નગરપાલિકાની બેઠકમાં ભચાઉ નગરપાલિકામાં પહેલેથી જ 21 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા જ્યારે બાકી રહેલી બેઠકો ઉપર પણ યોજાયેલી ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા છે જ્યારે રાપર નગરપાલિકાની 28 બેઠકો પૈકી એક બેઠક ભાજપની બિન હરીફ થઈ હતી જ્યારે બાકી રહેલી બેઠકો ઉપર ચૂંટણી યોજતા બિન હરીફ સહિત ભાજપને 21 બેઠક મળી હતી ત્યારે સાત બેઠક ઉપર કોંગ્રેસે વિજય મેળવી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું હતું જ્યારે માંડવી તાલુકા પંચાયતની દશરડી બેઠક ઉપર અને મુન્દ્રા તાલુકા પંચાયતની ભુજપુર બેઠક ઉપર તથા ભચાઉ તાલુકા પંચાયતની લાકડીયા બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે.
ભચાઉ નગરપાલિકાની 28 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં અગાઉ 21 બેઠકો ભાજપની બિનહરી થઈ હતી પરંતુ 11 બેઠકો ઉપર યોજાયેલી ચૂંટણીમાં મતદારોએ ભાજપના તમામ ઉમેદવારો ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ભાજપના ઉમેદવારોને બહુમતીથી ચુંટણી કાઢ્યા છે ભચાઉ નગરપાલિકામાં 28 બેઠકો પૈકી 28 બેઠકો ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે.
જ્યારે રાપર નગરપાલિકાની 28 બેઠકો ઉપર યોજાયેલી ચૂંટણીમાં એક ઉમેદવાર બિનહરીફ થયા હતા ત્યારે 27 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના એક બિનહરીફ ઉમેદવાર સહિત 21 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે જ્યારે સાત બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો વિજય બન્યા હતા.
આ ઉપરાંત કચ્છની ત્રણ તાલુકા પંચાયતની બેઠકો માટે પણ ચૂંટણી યોજાઈ હતી માંડવી, મુન્દ્રા અને ભચાઉ તાલુકા પંચાયતની બેઠકો ઉપર યોજાયેલી ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે આમ સમગ્ર કચ્છમાં ભાજપના ઉમેદવારો વિજેતા બનતા કચ્છમાં ભાજપનો જયજયકાર થયો હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું હતું અને ભાજપના આગેવાનો દ્વારા ચૂંટાયેલા ઉમેદવારોને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી અને વિજય સરઘસમાં જોડાયા હતા.
તસ્વીર : રાજેશભાઈ ગૌસ્વામિ


