લોકભાષા-ગાંધીધામ :
લોખંડનો ભંગાર બતાવી તેમજ જીએસટીનો ઉપયોગ કરી ઈ વે બીલ બનાવી છેતરપિંડીના બે ગુનામા અગીયાર માસથી નાસતા ફરતા આરોપીને પુનાથી ગાંધીધામ બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો હતો
ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમા મુંદ્રા સી.એફ.એસ.માં પડેલ લોખંડનો ભંગા૨ બતાવી ભાવતાલ નક્કી કર્યા બાદ ટ્રકોમાં આ માલ લોડ ક૨ાવી ઇવે બીલ બનાવી ફરીયાદી પાસેથી ભંગા૨ આશરે ૪૬.૪ ટન કિંમત રૂપિયા ૧૬,૧૬,૯૨૪ બેંક આર.ટી.જી.એસ.થી લઈ અને લોખંડનો માલ આપવાનો વિશ્વાસ આપી ભંગા૨ કે રૂપિયા પ૨ત નહિ આપી વિશ્વાસઘાત છેત૨પીંડી કરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી.
તેમજ આરોપીઓએ ગુન્હાહિત કાવતરૂ રચી ફરીયાદી સાથે મિત્રતાના નાતે વિશ્વાસમા લઇ ઉમા એજન્સીના નામના જી.એસ.ટી.નો ઉપયોગ કરી માલના વેચાણ તથા ઈ-વે બિલો બનાવડાવી તે માલના વેચાણના રોકડા રૂપિયા ૧૦ લાખ લઈ તથા બાકી રહેલ માલનુ વેચાણ બિલ જે ગ્લોબલ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝના નામે બનાવવાનુ હોવાથી બાકી નિકળતા રૂપિયા ૧૩,૨૦,૦૦૦ મળી કુલ્લ રૂપિયા ૨૩.૨૦ લાખ ફરીયાદીને નહી આપી તેમજ ઉમા એજન્સીનો ખોટો રાઉન્ડ શીલ બનાવી તેનો ખોટો ઉપયોગ કરી સહિ સિક્કા કરી ફરીયાદી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી
આ બન્ને ગુના કામે સંડોવાયેલ આરોપી મોહમદ મુસ્તફાખાન ઉર્ફે હાજીખાન અબ્દુલ ગફારખાન ઉ.વ.૫૨ ૨હે- ઉંદરી, સંક્લા સોસાયટી મ.નં-૭૦૪ પુના શહે૨ (મહારાષ્ટ્ર)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


