લોકભાષા-રાપર :
કચ્છના પ્રવેશદ્વાર આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક તત્વો તેમજ ગેરકાયદેસર હથિયારો રાખતા શખસો સામે કાર્યવાહી કરવા ભચાઉ ડિવીઝન પોલીસે રાત્રિના સમયે સરપ્રાઈઝ ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધર્યું હતું. જેમાં ૭૬ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા. આ કામગીરીમાં ૩૫ જેટલા પ્રાણઘાતક હથિયારો કબજે કરાયા હતા. આ ઉપરાંત શંકાસ્પદ શખસો ૧૯ અને વાહનો ૩૭ ચેક કરવામાં આવ્યા હતા.

પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારની સુચનાને પગલે નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાની આગેવાનીમાં પોલીસ અધિકારીઓ પીઆઇ મા આડેસર પીઆઈ જે.બી આચાર્ય રાપર પીઆઇ આર.એલ ખટાણા ભચાઉ પીઆઇ ડી.ડી.ઝાલા લાકડીયા સી. એસ. કુગસીયા ગાગોદર પીઆઈ જી. એસ. સોલંકી બાલાસર પીએસઆઇ ડી.આર.ગઢવી ખડીર પીઆઇ એ.જે .પરમાર દ્વારા કામગીરી કરાઈ હતી. જેમાં પોલીસે અગાઉ શરીર સંબંધી ગુનાઓ, ચોરી સહિતના વિવિધ ગુનાઓમાં પકડાયેલા શખસો તથા અસામાજીક તત્વોને ચેક કર્યા હતા. આ સાથે વિવિધ સ્થળોએ વાહન ચેકિંગ હાથ ધરી પ્રાણઘાતક હથિયારો તેમજવાહનોને ડિટેઈન કરવાની કામગીરી કરાઈ હતી.
જી.પી. એક્ટ કલમ ૧૩૫ હેઠળના ૧૫ કેસ, એમ.વી. એક્ટ કલમ ૨૦૭ હેઠળ ૨૧ વાહનો ડિટેઈન, ધારદાર છરી ૭, ધારિયા ૧૫, છરા ધારિયા ૩, કટાર ૪, તલવાર ૧, કુહાડી ૧, ગુપ્તી ૧, લાકડી ૩ સહિત ૩૫ હથિયારો કબજે કરાયા હતા. આ ઉપરાંત ૧૯ જેટલા શંકાસ્પદ શખસો ચેક કરાયા હતા, જ્યારે ૩૭ જેટલા વાહનો ચેક કરાયા હતા.


