લોકભાષા-ગાંધીધામ :
કચ્છના ધોરડો નજીક જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી આશરે દશ જેટલા રિસોર્ટના પાક બાંધકામો હટાવાયા હતા. લીજ ઉપર આપેલી જમીન પરત લીધા બાદ સવારે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી પાકા બાંધકામ ઉપર વહીવટીતંત્રનુ બુલડોઝર ફર્યુ હતુ
ધોરડો ચોકડીથી સફેદરણ બાજુ જતા રસ્તા પર આવેલા રિસોર્ટના પાકા બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. તંત્રએ રિસોર્ટ માટે લીઝ પર આપેલી જમીન પરત લીધી હતી અને નોટિસ આપ્યા બાદ સોમવારે સવારથી પોલીસ બંદોબસ્ત સાથે 10 જેટલા રિસોર્ટ પર બૂલ્ડોઝર ફેરવવામાં આવ્યું હતું.
દેશ વિદેશમાં પ્રસિદ્ધ ધોરડો સફેદ રણ નિહાળવા લોકો અહીં આવતા હોય છે. આગામી નવેમ્બર માસથી રણોત્સવનો પ્રારંભ થવાનો છે ત્યારે તે પહેલા જ કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લીજ ઉપર આપવામાં આવેલી જમીન પરત લીધી હતી અને તેના ઉપર બનેલા પાકા બાંધકામ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
આશરે દશ જેટલા રિસોર્ટ ઉપર કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. રણોત્સવ સમયે આવતા પ્રવાસીઓ નજીકના ટેન્ટ સિટીમાં રોકાણ કરતા હોય છે સાથે સાથે અહી નજીકમા બનેલા રિસોર્ટમા પણ રોકતા હોય છે. પરંતુ લીજ ઉપર આપવામાં આવેલી જમીન પરત લેવાની વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવ્યા બાદ લીજ ધારકોને નોટીસ આપવામાં આવી હતી.
દરમિયાન સોમવારે સવારથી જ વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે લીજ ઉપર આપેલી જમીન ઉપરના પાકા બાંધકામ ઉપર બૂલ્ડોઝર ફેરવવાનુ શરૂ કરી દીધુ હતું. અને જમીન ખાલી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.


