લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ ડીઆરઆઈએ મુન્દ્રા પોર્ટ ઉપર આવેલા ૧૦૦ કન્ટેનરને સીઝ કરી આશરે ૨૫ કરોડનો જથ્થો જ સીઝ કર્યો હતો. આયાતકાર દ્વારા બેજ ઓઈલ જાહેર કરી મિસ ડેકલેસન દ્વારા ડીઝલ અને કેરોસીન મંગાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું.
આ અંગે મળતી વિગતો મુજબ ગાંધીધામ ડી.આર.એ દ્વારા મુન્દ્રા ખાતે થોડા સમય પહેલા આશરે 200 કન્ટેનર ડીટેઇન કર્યા હતા જેમાંથી 100 કન્ટેનર માં જે પ્રવાહી ઈમ્પોર્ટ કરવામાં આવ્યું હતું તે ડીઝલ અને કેરોસીનનો જથ્થો હોવાનું બહાર આવતા દ્વારા 25 કરોડના જથ્થાને સીજ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વધુ મળતી વિગતો મુજબ ગાંધીધામ ડી આર આઈ દ્વારા મુન્દ્રા ખાતે ઇમ્પોર્ટ થયેલા 200 કન્ટેનરને થોડા સમય પહેલા ડીટેઇન કરવામાં આવ્યા હતા અને તેના સેમ્પલો લઈ દિલ્હી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા ઈમ્પોર્ટ થયેલા આ કન્ટેનરમાં બેઝ ઓઇલ મંગાવવામાં આવ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે દિલ્હી સ્થિત લેબોરેટરી દ્વારા આ જથ્થો ડીઝલ અને કેરોસીનનો હોવાનું જાહેર કરતાં ડીઆરઆઈ દ્વારા અંદાજે 25 કરોડના જથ્થા સાથે 100 કન્ટેનરની સીજ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

