લોકભાષા-ગાંધીધામ :
પાર્ટ ટાઇમ જોબ કરવા ટાસ્ક પુરા કરી સારું રીટર્ન આપવાના બહાને ફરીયાદી પાસેથી ૧૨,૦૫,૦૬૪ રૂપિયાની છેતરપીંડી કરનાર આરોપીને ત્રણ આરોપીઓને પકડી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજની ટીમએ ઝડપી લીધા હતા.
સરહદી રેન્જના ભુજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમા પોલીસ સ્ટેશનમાં ગઇ તા.૨૨/૧૦/૨૦૨૪ ના રોજ ફરીયાદીને ટેલીગ્રામ મારફતે સંપર્ક કરી પાર્ટ ટાઇમ જોબ માટેનો મેસેજ મોકલાવી, ટેલીગ્રામ પર લીંક https://shippit-boosting.com મોકલાવી જેના પર જઇ ઓર્ડર કન્ફમ કરી વળતર/નફો મળવાની લાલચ આપી, વિશ્વાસમાં લઇ છેતરપીંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઇ હતી
આ અંગે પોલીસે આપેલી વિગતો મુજબ આરોપીઓએ પાર્ટ ટાઇમ જોબ કરવાની લાલચ આપી ફરિયાદીને વિશ્વાસમાં લઇ તેઓએ જણાવેલ વેબસાઇટ પર જઇ રૂપિયા -૧૨,૦૫,૦૬૪નો ઓર્ડર કન્ફમ કરાવડાવી કુલ રૂપિયા ૧૨,૦૫,૦૬૪ છેતરપીંડી કરી ગુનાહીત વિશ્વાસધાત કરી ગુનો કર્યો હતો
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજ ખાતે આ અંગેની ફરિયાદ નોંધાયા બાદ પીઆઇએલ. પી. બોડાણાના માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ ધ્વારા હ્યુમનસોર્સ તથા ટેકનીકલ સર્વલેન્સ આધારે આ કામના આરોપીઓ કેવલ કાંતીલાલ દેલવાડીયા ઉ.વ.૨૮ રહે- રાધે ક્રીષ્ના ફ્લેટ ડી-૨૦૪,નરોડા અમદાવાદ, શ્યામકુમાર મનસુખભાઇ ખાંટ ઉ.વ.૨૭ રહે- ઇસ્કોન એમબીટો ઉપવન એફ-૪૦૧, રાજકોટ અને દીવ્યેસ પ્રફુલભાઇ ખૂંટ ઉ.વ.૨5 રહે- અમ્રુત નગર અલ્ટ્રા સ્કૂલ, કેશોદને અમદાવાદ તેમજ રાજકોટ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
આ કામગીરીમાં સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જના પી.આઈ. કે.એમ.રાઠોડ, પો. હેડ કોન્સ. સોહીલ મુસ્તાક સુમરા, તથા પોલીસ હેડ કોન્સ. રામભાઇ સામતભાઇ આહિર તથા ડ્રા. કોન્સ જગદીશ કાલીયા જોડાયા હતા.


