લોકભાષા-ગાંધીધામ :
દિનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા એકતા દિવસના ઉપક્રમે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલાએ ગાંધીધામની ગોપાલપુરી ટાઉનશીપ ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરીને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમનો ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી અને ડીપીએના ચેરમેન સુશીલ કુમાર સિંઘએ પ્રારંભ કરાવ્યો હતો. જેમા દિનદયાલ પોર્ટ ઓથોરિટીના અધિકારીઓ, કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


