લોકભાષા-ગાંધીધામ :
અંજારમા થયેલી બે મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીને મુદ્દામાલ સાથે અંજાર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અંજાર શહેરી વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દ૨મ્યાન હ્યુમન સોર્સીસ આધારે મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા ત્રણ આરોપીઓને ચોરાઉ બે બાઈક સાથે પકડી પાડવામાં આવ્યા હતા
અંજાર પોલીસે આરોપી જગદીશભાઈ જયરામભાઈ પ્રજાપતી ઉ.વ.૪૦ રહે.પ્રજાપતી છાત્રાલય અંજાર, નટવ૨ભાઈ વજાભાઈ બોરીચા ઉ.વ.30 રહે, જી.આઈ.ડી.સી.અંજાર અને નારણભાઈ પુજાભાઈ દાફડા ઉ.વ.૩૦ રહે, જી.આઈ.ડી.સી.અંજારને હિરો હોન્ડા મોટર સાયકલ નં. જીજે-12-સીએ-5912 કિંમત રૂપિયા ૩૦૦૦૦ અને હિરો હોન્ડા મોટર સાયકલ નં. જીજે-12-સીએલ-3145 જેની કિંમત રૂપિયા ૩૦૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૬૦૦૦૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


