લોકભાષા-ગાંધીધામ :
પૂર્વ કચ્છ એલસીબીએ બાલાસર પોલીસ સ્ટેશન વિસ્તારનાં પ્રોહીબીશનનાં આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો.
બાલાસર પોલીસ સબ ઇન્સપેકટર એસ.વી.ચૌધરી દ્વારા પ્રોહીબીશનના આરોપી અમીરાજસિંહ અજીતસિંહ જાડેજા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ જેને કલેકટર કચ્છ તરફથી પાસા દરખાસ્ત મંજુર રાખી પાસા વોરંટ ઈશ્યુ કરતા પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી.ની આગેવાનીમાં એલ.સી.બીની ટીમ દ્વારા આરોપી અમીરાજસિંહ અજીતસિંહ જાડેજા ઉ.વ. ૨૩ રહે. ૨વ મોટી તા.રાપરને ઝડપી પાડ્યો હતો મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપ્યો હતો.


