લોકભાષા-ગાંધીધામ :
અંજાર પોલીસે ચોરાઉ બેટરી સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા અને અંજારની ઈલેક્ટ્રીક દુકાનમાથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ અંજાર પોલીસને અંજારના હેમલાઈ ફળીયુ લબેક ચોક ખાતે બે ઈસમો શંકાસ્પદ બેટરીના જથ્થા સાથે હોવાની બાતમી મળતાં સ્થળ ઉપર પહોંચી પોલીસ બને શખ્સની પુછપરછ કરતા ચોરાઉ બેટરી હોવાનું બહાર આવ્યું હતુ.
અંજાર પોલીસ શહેરની વિસ્તારમાં પેટ્રોલિંગમા હતી ત્યારે ગંગા નાકા પાસે આવેલી નીરજ ઓટો ઈલેક્ટ્રીક નામની દુકાનના પતરા તોડી થયેલી બેટરી ચોરીમા સંડોવાયેલા બે આરોપીઓને ચોરાઉ બેટરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
અંજાર પોલીસે બાતમીના આધારે હેમલાઈ ફળીયામા ઉભેલા બે શંકાસ્પદ શખ્સોની પૂછપરછ કરતા આરોપી જમનશા ઉર્ફે જમુ કડીઓ ઇમામશા શેખ અને કાશમશા ઉર્ફે વિલાયતી જુસબશા શેખએ થોડા સમય પહેલાં ગંગા નાકે આવેલી ઈલેક્ટ્રીક દુકાનમાથી બેટરીની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું
અંજાર પોલીસે જુદી જુદી કંપનીની બેટરીઓ નંગ 10 કિંમત રૂપિયા 24,500 બાઈક એક જયુપીટર કિંમત રૂપિયા 50,000 મલી કુલ 74,500 ના મુદ્દા માલ સાથે બને આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


