લોકભાષા-ભચાઉ :
ભચાઉ નજીક વાડીના પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમા શોક સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે નજીકના મકાનમાં પણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી જો કે ભચાઉ ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ બુધવારે રાત્રિના લગભગ. 8 વગ્યાની આસપાસ આગ લાગતા ભચાઉ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ભચાઉ નગરપાલિકાના ફાયર બ્રિગેડને આગની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
ભચાઉ ભુજ હાઇવે પર આવેલ એક કરમસીભાઈ પટેલની વાડીમાં એક પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં એક મકાન પર રાખેલ દ્રીપિંગ પાઇપમાં મોટી આગ લાગી છે અને આજુ બાજુમાં પણ મોટી આગ લાગી હતી. ભચાઉ નગર પાલિકા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આશરે 3 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ કામગીરીમાં પ્રવીણ દાફડા, કુલદીપભાઈ, શક્તિસિંહ સોઢા, જયરાજ સિંહ જાડેજા સહિતની ભચાઉ ફાયર બ્રિગેડની ટીમના જવાનો જોડ્યા હતા
તસ્વીર : રાજેશભાઈ ગોસ્વામી


