લોકભાષા-ગાંધીધામ :
અંજાર હાઈવે રોડ ઉપરથી પસાર થતા તેલ ભરેલ ટેન્કરોમાંથી તેલ ચોરી કરતી ટોળકીના કબજામાંથી તેલનો જથ્થો પકડી પાડી અંજાર પોલીસે કાયદેસર કાર્યવાહી કરી હતી.
આ અંગેની મળતી વિગતો મુજબ અંજાર પોલીસના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમી મળી હતી કે હાઇવે ઉપરથી પસાર થતા તેલ ભરેલ ટેન્ડરોમાંથી કાવત્રુ રચી તેલની ચોરી કરી તેલનો જથ્થો પોતાના કબ્જાની બોલોરો ગાડી નં. જીજે-12-બીએકસ-0701માં ભરી ભીમાસર ગામથી ટપ્પર રોડ તરફ નીકળવાના છે.
અંજાર પોલીસે બાતમી આધારે ભીમાસર ગામથી ટપ્પર જતા રોડ ઉપરથી પસાર થતી બોલેરો ગાડીને ઉભી રખાવતા આરોપીઓ બોલેરો મુકીને નાસી ગયા હતા પોલીસે બોલેરોમા તપાસ કરતા ચોરેલ તેલનો જથ્થો મળી આવ્યો હતો.
અંજાર પોલીસે આરોપીઓ સુમીત નારણભાઈ ડાંગર રહે-ભીમાસર તા.અંજાર, જીગર નટુભાઈ ઠકકર રહે.અંજાર, સાકરો મેરા રબારી રહે.મારીંગણા તા.અંજાર, હરભંમ હિરાભાઈ રબારી રહે. મોડવદર તા.અંજાર મૂળ-દેસલપર(ડાવરી) તા.રાપર-કચ્છ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે સી.પી.ઓ. તથા સોયાબીન તેલ ભરેલ ૩૫ તથા ૨૦ લીટરની ક્ષમતા વાળા કેરબા નંગ-૩૮ જે તેલ જથ્થો લીટર-૧૦૦૦ કુલ્લે કિંમત રૂપિયા ૯૫,૦૦૦, બંધબોડી બોલેરો નં-જીજે-12-બીએકસ-0701 કિંમત રૂપિયા ૧,૦૦,૦૦૦ મળી કુલ્લે કિંમત રૂપિયા ૧,૯૫, ૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


