લોકભાષા-ભચાઉ :
ભચાઉ ચોપડવા હાઈવે ઉપર ડીઝલ ભરેલા ટેન્કરના અકસ્માત બાદ માર્ગ ઉપર ડીઝલ ઢોળાતા આગ ભભૂકી ઉઠી જેની ભચાઉના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા આગને કાબુમાં લીધી હતી.
આ બનાવની મળતી વિગતો મુજબ ભચાઉ ચોપડવા માર્ગ પર ડીઝલ ભરેલા ટેન્કરનો અકસ્માત સર્જાયો હતો અને ટેન્કરમાંથી ડીઝલ માર્ગ ઉપર ઢોળાયુ હોવાથી માર્ગ ઉપર એકાએક આગ ભભૂકી ઉઠી હતી અને થોડા સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
આ અંગે ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમને ટોલ પ્લાઝાના રામજીભાઈએ જાણ કરી હતી કે ભચાઉના ચોપડવા બ્રીજ પાસે એક મોટા ટ્રેલરનુ એક્સિડન્ટ થયું છે તેના કારણે ડીઝલનું ટેન્કર તૂટી ગયું છે અને રોડ પર આગ લાગી ગઈ છે અને એક ઇનોવા કારમાં પણ આગ લાગી ગઈ છે અને લગભગ 400 મીટરથી વધુ રોડ પર ડીઝલમાં આગ છે
ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
અને લગભગ 60 લીટરથી પણ વધુ ફોર્મનો ઉપિયોગ કર્યો હતો અને 9000 લીટરથી વધુ પાણીનો ઉપીયોગ કર્યો હતો સાદભાગે મોટી દુઘર્ટના ટળી 2 કલાકના મહા મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ કામગીરીમાં ટીમ લીડર પ્રવીણ દાફડા, કુલદીપભાઈ, શક્તિસિંહ સોઢા, મયુર રામાનંદી જોડાયા હતા.
તસ્વીર : રાજેશ ગોસ્વામી


