લોકભાષા-ગાંધીધામ :
કચ્છ પૂર્વ વન વિભાગની, ભુજ (ઉત્તર) રેન્જ હેઠળના કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્યમાં અન અધિકૃત પ્રવેશ કરી મીઠાના પાળા બનાવતા હિટાચી મશીનો સાથે ૧.૨૫ કરોડનો મુદામાલ પૂર્વ કચ્છ વન વિભાગએ કબજે કર્યો હતો.
કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્ય વિસ્તારમાં અન અધિકૃત પ્રવૃત્તિને રોકવા ડૉ. સંદીપ કુમાર, મુખ્ય વન સંરક્ષક, કચ્છ વન વર્તુળની સુચના અને જી. ડી. સરવૈયા, નાયબ વન સંરક્ષક, કચ્છ પૂર્વ વન વિભાગ ના માર્ગદર્શન હેઠળ એસ.એ.ગઢવી મદદનીશ વન સંરક્ષક, કચ્છ પૂર્વ-૧,આર.ડી.ગઢવી પરિક્ષેત્ર વન અધિકારી, ઓ.જે.જાડેજા વનપાલ-ખાવડા, તથા વાય.જી.રબારી વનરક્ષકની ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્યના સાધારાવાંઢ વિસ્તારમાં અન અધિકૃત પ્રવેશ કરી મીઠાના પાળાની કામગીરી કરતાં પાંચ હિટાચી મશીન સાથે આરોપીઓ નોડે ઇમરાનભાઈ જુમાભાઈ રે.ભીડનાકા, કમલાણી ફળીયા, ભુજ રજનીશકુમાર ધર્મદેવ મહંતો રે.કિશનપુરી, નબીગંજ,બિહાર, જીતેન્દ્રકુમાર ગુરમીત ચંદ રે.રાયપુર તા.ઉના, હિમાચલ પ્રદેશ, નિરજ પ્રહલાદ સાહની રે.ક્લાબન, ઉત્તરપ્રદેશ. મોહમ્મદ અશફાક એકલખઅહેમદ રે.ભાડાસી,બિહાર ને અટકમાં લઇ અંદાજીત ૧.૨૫ કરોડ નો મુદામાલ જપ્ત કરી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ની કલમ- ૨(૩૩),૧૮,૨૭(૧),૨૯,૫૦(ખ),૫૧,૫૨ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.


