લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ એ ડીવીઝન પોલીસ દ્વારા કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને પાંચ બાઈક અને એક બુલેટ સાથે ઝડપી લીધો હતો. શહેરમા થતી મોટર સાયકલની ચોરીનો ભેદ ઉકેલવા અલગ-અલગ ટીમો બનાવી પોલીસે તપાસ હાથ ધરી હતી દરમિયાન ઓમ સીનેમા પાસેથી એક કાયદાના સંઘર્ષમા આવેલ બાળ કિશોરને ચોરી કે છળકપટથી મેળવેલ મોટરસાયકલ સાથે પકડી અન્ય પાંચ મોટરસાયકલ કુલ કિંમત રૂપિયા
૨,૬૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગાંધીધામ એ- ડિવીઝન પોલીસ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરના કબજામાંથી હિરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર કિંમત રૂપિયા ૨८,०००, હિરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર રજી. નં. જીજે-૧૨-એલ-૮૭૩૫ કિંમત રૂપિયા ૩०,०००, હિરો કંપનીનુ સ્પ્લેન્ડર કિંમત રૂપિયા ૩०,०००, હિરો કંપનીનુ સ્પ્લેન્ડર કિંમત રૂપિયા ૩૫૦૦૦૦ હિરો કંપનીનુ સ્પ્લેન્ડર કિંમત રૂપિયા ૧૭૦૦૦ અને રોયલ એનફિલ્ડ કંપનીનુ બુલેટ કિંમત રૂપિયા ૭૫,૦૦૦ મળી કુલ્લ કિંમત રૂપિયા ૨,૬૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


