ભુજ :
શહેરના દાદા-દાદી પાર્ક નજીક મારામારીની ઘટના બનવા પામી હતી. તાલુકાના સુખપર ખાતે જાતિ અપમાનીત કરતા બે ઈસમો સામે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ તેમજ ભુજનાચિંતન મહેન્દ્રભાઈસોનીના જણાવ્યા પ્રમાણે તેઓ સાથે દુકાનની આગળબાઈક પાર્ક કરવા બાબતે સામવાળા કલ્પેશ કાંતિલાલ સોની અને જયેશ કાંતિલાલસોનીએ ગાળાગાળી કરીને માર માર્યો હતો. તેમજજાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવાઈ છે. જ્યારે માનકુવાના અરવિંદ પરબતભાઈ વાઘેલાએ બબીતાબેન કિશોરભાઈ જોશી અને વિષ્ણુ કિશોર જોશી (રહે. સુખપર) સામેફરીયાદ નોંધાવીછે. ફરીયાદીના જણાવ્યા પ્રમાણે ગટરલાઈન ખોદવા બાબતે આરોપીઓએ ફરીયાદી સાથે ગાળાગાળી કરીને જાતિ અપમાનીત કરીને શબ્દો ઉચ્ચાર્યા હતા. આબનાવમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેવું ફરીયાદમાં માનકુવા પોલીસ મથકે જણાવાયું છે.

