લોકભાષા-ગાંધીધામ :
ગે૨કાયદેસ૨ વિદેશી સિંગલ શોર્ટ ગન (અગ્નિશસ્ત્ર) સાથે એક ઇસમને ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ઝડપી પાડ્યો હતો
ગાંધીધામ બી ડિવિઝન સર્વેલન્સના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તા૨માં પેટ્રોલીંગમાં હતા દ૨મ્યાન મળેલ બાતમી હકીકત આધારે ગુજરાત હાઉસિંગ બોર્ડના સામેની તરફ આવેલ ચિરઈ સોલ્ટ મીઠાના ઢગલાની સામેના ભાગે રોડ પાસે ઉભેલ ઇસ્મ પાસેથી તેણે પહેરેલ ગ૨મ જેકેટ ના ખિસ્સામાંથી ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં રાખેલ વિદેશી સિંગલ શોર્ટ ગન (અગ્નિશસ્ત્ર) સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ આર્મ્સ એક્ટની કલમ-૨૫(૧-બી) (એ) તથા મે.જીલ્લા કલેકટરના હથીયાર બંધી જાહેરનામા ભંગ ક૨વા બદલ જી.પી.એકટ કલમ- ૧૩૫ હેઠળ પણ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આરોપી અજય બિરેન્દ્ર તિવારી ઉ.વ.૪૧ હાલ રહે- ગુજરાત હાઉસિંગ બોર્ડ મ.નં.૧૦૩ ગાંધીધામ મુળ ૨હે- માધવાપુર તા-તરવારા જી- શિવાન રાજ્ય-બિહા૨ વિદેશી સિંગલ શોર્ટ ગન કિંમત રૂપિયા ૩૦૦૦૦ મોબાઈલ નંગ-૧ કિંમત રૂપિયા ૫,૦૦૦ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


