લોકભાષા-ભુજ :
મહાનાયક અમિતાભ બચ્ચનના પત્ની અને અભિનેત્રી જયા બચ્ચન તેમના પુત્રી શ્વેતા બચ્ચન નંદા અને દૌહિત્રી નવ્યા નંદા સાથે મુલાકાતે આવ્યા હતા.
જિલ્લામાં વિશ્વ પ્રસિદ્ધ ‘સફેદ રણ’ પોતાની સફેદ ચમકથી વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. કચ્છના આ સફેદ રણની મુલાકાતે ભારતના દિગ્ગજ અભિનેતા અને મહાનાયક અમિતાભ બચ્ચનના પત્ની અને અભિનેત્રી જયા બચ્ચન તેમના પુત્રી શ્વેતા બચ્ચન નંદા અને દૌહિત્રી નવ્યા નંદા સાથે મુલાકાતે આવ્યા હતા. આમ, બચ્ચન પરિવારની ત્રણ પેઢી એક સાથે સફેદ રણનો નજારો માણ્યો હતો.
કચ્છના સફેદ રણના સૌંદર્યને નિહાળીને બચ્ચન પરિવાર અભિભૂત થયો હતો. અમિતાભ બચ્ચનની દૌહિત્રી નવ્યાએ સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી હતી. બચ્ચન પરિવારે રણ, ધોળાવીરા અને રોડ ટુ હેવનની મુલાકાત લીધી હતી, તસવીરો પોસ્ટ કરી હતી અને રણોત્સવનો આનંદ લીધો હતો.

