લોકભાષા-ભુજ :
રાપર નગરપાલિકાની યોજાનાર ચુંટણી સમયે કોંગ્રેસના નેતા ગ્યાસુદીન શેખએ રાપરની મુલાકાત દરમિયાન કરેલા નિવેદનને લઈને રાજકારણ ગરમાયુ છે
રાપર નગરપાલિકાની ચૂંટણી લઈને પ્રચાર પ્રસારમાં કોંગ્રેસના નેતા ગ્યાસુદીન શેખ આવ્યા હતા ત્યારે કોંગ્રેસના નેતાએ નિવેદનમાં કચ્છની કોમી એકતા અને શાંતિ ડહોડવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.
તેમના નિવેદન અંગેનો વિડીયો વાયરલ થયો છે જેમા કોગ્રેસના નેતાએ એવું કહ્યું હતું કે રાપરમાં કહેવાતા મુસ્લિમ ધર્મ ગુરુને ભારતીય જનતા પાર્ટના ઉમેદવાર બન્યા છે તેને શરમ જનક ગણાવે છે.
આ નિવેદનને લઈને અનેક સવાલ ઉભા થયા છે. અને રાપર નગરપાલિકાની ચૂંટણી ચર્ચા સ્પદ બની છે. જો કે વાયરલ થઈ રહેલા વિડયોમા અન્ય વિવાદીત નિવેદન પણ આપી રહ્યા હોવાનું જણાય છે.


