લોકભાષા-ભુજ :
ભુજ તાલુકાના માનકુવા અને ડાકડાઇ ગામ વચ્ચે મંગળવારે વહેલી પરોઢે સર્જાયેલા અકસ્માતના બનાવમાં જોંકું આવી જવાથી ટેન્કર ઝાડ સાથે ધડકાભેર અથડાતાં રાજસ્થાની ડ્રાઇવરનું ગંભીર ઇજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું.
માનકુવા પોલીસને ગાંધીધામ ખાતેના શહેર એન્ટરપ્રાઇઝ નામની ટ્રાન્સપોર્ટ ચલાવતા નરેન્દ્રભાઇ ભંવરલાલ લીંબાવતે જણાવ્યું હતું. કે, તેની ટ્રાન્સપોર્ટનું ટેન્કર લઇને મુળ રાજસ્થાનના ડ્રાઇવર શંકરલાલ ઓમપ્રકાસ ચૌહાણ (ઉ.વ.30) સામખીયાળીથી અબડાસાના કોરીયાણી ખાતે માલ ભરવા જઇ રહ્યો હતો. ત્યારે માનકુવા ડાકડાઇ ગામ વચ્ચે વહેલી સવારે શંકરલાલને જોકું આવી જતાં વતી સાથે જતું ટેન્કર લીંબડાના ઝાડ સાથે અથડાતાં ઝાળ આખું તોડી નાખ્યું હતું. અને ડ્રાઇવર શંકરલાલને ગંભીર ઇજાઓ થતાં ટેન્કરમાંથી ઉતરીને બાજુના ખેતરમાં ચાલ્યો જતાં સવારે શંકરલાલ લોહિલૂહાણ સાથે મૃત હાલતમાં મળી આવ્યો હતો. માનકુવા પોલીસે બનાવની નોંધ લઇને આગળની તપાસ કરી છે.

