લોકભાષા-ભુજ :
લખપત તાલુકાના દયાપર ગામે છેલ્લા ત્રણ વર્ષથી ગાયનેક નર્સિંગ હોમ ખોલીને સગર્ભા મહિલાનું નિદાન અને પ્રસુતિ કરાવતી બીહારની બોગસ મહિલા તબીબને આરોગ્ય વિભાગ અને દયાપર પોલીસે રૂપિયા 4,69,339 ની કિંમતના એલોપેથીક દવાઓ અને સાધનો સાથે ઝડપી પાડી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ દયાપર પોલીસ અને દયાપર હેલ્થ ઓફિસરની ટીમે બાતમીના આધારે દયાપર ગામે મારૂતી કોમ્પ્લેક્ષમાં આવેલ જનની હોસ્પિટલમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મુળ બીહારની અને હાલ દયાપર ગામે રહેતા અનુરાધાબેન મંટુપ્રસાદ યાદવ (ઉ.વ.39) નામની બોગસ મહિલા તબીબ મળી આવી હતી. તેની પાસેથી કોઇ પણ જાતના એલોપેથીક કે, ગાયનેક ડોકટર તરીકેની ડીગ્રી કે, સર્ટી ન હોવા છતાં છેલ્લા ત્રણ વર્ગથી નર્સિંગ હોમ ખોલીને મહિલાઓનું નિદાન અને પ્રસુતિ કરાવતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસ અને આરોગ્યની ટીમે બોગસ મહિલા તબીબની ક્લીનીકમાંથી રૂપિયા એલોપેથીક ડોકટરને લગતા તેમજ ગાયનેક ડોકટરને લગતા સાધનો અને અલગ અલગ કંપનીઓની દાવાઓ મળીને કુલે રૂપિયા 4,69,339નો મુદમાલ કબ્જે કરીને બોગસ તબીબ મહિલા સામે દયાપર પોલીસ મથકેમાં ગુનો દર્જ કરાવ્યો હતો.


