લોકભાષા-ગાંધીધામ :
અંજાર પોલીસે છેલ્લા એક વર્ષથી પ્રોહિબિશનના અનેક ગુનામાં સંડોવાયેલા આરોપી કાનજી ઉર્ફે કાનો વેલાભાઈ બઢિયાને ઝડપી પાડ્યો હતો અંજાર પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા લીસ્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે અંજાર પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ અંજાર પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે છેલ્લા એક વર્ષથી વિવિધ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો અને નાસ્તો ફરતો આરોપી અંગેની બાતમી મળી હતી પોલીસે બાતમીના આધારે સ્થળ ઉપર પહોંચી તપાસ કરી આરોપી કાનજી ઉર્ફ કાનો
વેલાભાઈ બઢીયાને ઝડપી પાડ્યો હતો. આ આરોપી વિરુદ્ધ અંજાર પોલીસ મથકમાં ચાર, ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે એક અને ભચાઉ પોલીસ મથકમાં ચાર પ્રોહિબિશનના ગુના નોંધાયા છે જેમાં આરોપી ફરાર હતો અને પોલીસે છેલ્લા એક વર્ષથી વિવિધ ગુનામાં સંડોવાયેલા આ આરોપીને ઝડપી લેવા કાર્યવાહી કરી રહી હતી ત્યારે બાતમીના આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે જોકે વિવિધ પોલીસ મથકોએ પણ આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા છે તે અંગેની કાર્યવાહી પણ કરવામાં આવશે.