લોકભાષા-ભુજ :
મુંદરાના સીએફએસ કંપનીના જનરલ મેનેજર પોતાની અલગ કંપની ઉભી કરીને મશીનરી સહિતના બીલો બનાવીને રૂપિયા 83.60 લાખની ઉચાપત કરી હોવાનું સામે આવતાં આરોપી વિરૂધ્ધ મુંદરા પોલીસ મથકમાં ગુનો નોંધાવાયો હતો.
મુંદરા પોલીસ મથકે મુળ અમદાવાદના હાલ મુંદરા સીએફએસમાં એમ્પેઝર લોજીસ્ટીક કંપનીમાં વાઇસ પ્રેસિડન્ટ તરીકે ફરજ બજાવતા અમિત દેવેન્દ્રપ્રતાપ ભટનારે આરોપી આકાશ જીતેન્દ્ર દેશાઇ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન બન્યો હતો. આરોપી આકાશ કંપનીના જનરલ મેનેજર તરીકે ફરિયાદીની કંપનીમાં જોડાઇને પોતાની ફરજ દરમિયાન પોતાની અલગ કંપની બનાવી હતી અને મશીનરી, ઓવરટાઈમ, મેન્ટેનન્સના નામે બીલો બનાવ્યા હતા. જે કંપનીના એકાઉન્ટ વિભાગમાંથી પાસ કરાવીને કંપનીમાંથી રૂપિયા 83,59,720 જેટલી રકમ ઉપાડી લઇને ઉચાપત કરી હતી. મુંદરા પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ કરી છે.

