લોકભાષા-ગાંધીધામ :
ભચાઉ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દ૨મ્યાન વાગડ વેલ્ફર હોસ્પિટલની બાજુમાથી લોર્ડીંગ છકડામાં અમુક ઇસમો ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ નીકળવાના હોવાની બાતમી મળી હતી જેના આધારે વોચ હતી ત્યારે લોર્ડીંગ છકડા નંબર જી.જે.૦૮ વાય.૪૯૮૫ પસાર થતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી ભા૨તીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આ કામગીરીમાં આરોપીઓ વિશનભાઈ હરજીભાઈ બારસણીયા ઉ.વ.૨૪ રહેવાસી બાદરગઢતા.રાપર કચ્છ હાલ રહેવાસી જય ભવાની ગાજબટન ખોતવાડી શાન્તાકૃઝ વેસ્ટ મુંબઈ (મહારાષ્ટ્ર), જીતેન્દ્રભાઈ જગદીશભાઈ રાવરીયા (પટેલ) ઉ.વ. ૩૨ રહેવાસી લખપત તા.ભચાઉ કચ્છ હાલ રહે.પ્રભાતકોલોની શાન્તાકૃઝ ઇસ્ટ મુંબઈ (મહારાષ્ટ્ર), હીતેશભાઈ અરજણભાઈ બારી (રાજપુત) ઉ.વ. ૧૯ ૨હેવાસી ડીડીયાનગર તા.રાપર કચ્છ હાલ રહેવાસી ફિન્ગો કિન્ડસવેર ખોતવાડી શાન્તાકૃઝ વેસ્ટ મુંબઈ (મહારાષ્ટ્ર), ફિરોઝ જીલાની શેખ ઉ.વ. ૩૫ રહેવાસી રૂમ નંબર ૨૦૨ સીટી એકસ નંબર ૨૭ ૨૯ ૩૦ ટ્રસિસ્ટ કૈપ નંબર ૦૧ ગોલીબાર રોડ મચ્છીમાર્કેટની બાજુમાં શાન્તાકૃઝ ઇસ્ટ મુંબઈ (મહારાષ્ટ્ર), અસરફ હુસેનભાઈ ધાંચી ઉ.વ. ૨૭ રહેવાસી હિમતપુરા ભચાઉ કચ્છને
ભારતીય બનાવટની વિદેશીદારૂની ૦૨ લીટર ની બોટલો નંગ -૮૦ કિમત રૂપિયા ૧૨૦૦૦૦, બ્લુ કલરનો લોડીંગ છકડા નંબર જી.જે.૦૮વાય. ૪૯૮૫ કિંમત રૂપિયા ૧૦૦૦૦૦, મોબાઈલ નંગ- ૦૫ કિંમત રૂપિયા ૫૦૦૦૦ મળી કુલ રૂપિયા ૨૭૦૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


