લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ બી ડીવીઝન પોલીસની સર્વેલન્સ ટીમના કર્મચારીઓ નાઈટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળી હતી કે ગાંધીધામ કાર્ગો પી.એસ.એલ. ગલી નંબર-૨ માં ખુલ્લી જગ્યામાં જાહેરમા ગંજીપાના વડે રૂપીયાની હારજીતનો જુગાર રમે છે
પોલીસે બાતમીના આધારે રેઈડ કરી આરોપીઓ સત્યમ બીરસિંગ પાલ ઉ.વ.-૨૪ રહે-કાર્ગો પી.એસ.એલ. ઝુંપડા ગાંધીધામ, સંદિપ શંક૨ મહતો ઉ.વ-૧૮ રહે.-કાર્ગો પી.એસ.એલ. ઝુંપડા ગાંધીધામ! શંકર બિજય કેવટ ઉ.વ-૩૦ ૨હે-કાર્ગો પી.એસ.એલ. ઝુંપડા ગાંધીધામ, બબલુકુમાર અર્જુન પાસવાન ઉ.વ-૨૨ ૨હે- કાર્ગો પી.એસ.એલ ઝુંપડા ગાંધીધામ, અબલાખ હરપ્રસાદ પાલ ઉ.વ-૪૭ ૨હે- કાર્ગો પી.એસ.એલ. ઝુંપડા ગાંધીધામ, મિથુન રામવિલાસ ડેવટ ઉ.વ.૩૨ રહે.કાર્ગો પી.એસ.એલ. ઝુંપડા ગાંધીધામ, રોહિત દિનેશ તાતિ ઉ.વ.૧૮ રહે.કાર્ગો પી.એસ.એલ. ઝુંપડા ગાંધીધામ, ગોરેલાલકુમાર મુરારી કેવટ ઉ.વ.૧૯ ૨હે.કાર્ગો પી.એસ.એલ. ઝુંપડા ગાંધીધામ, ૨બિશકુમા૨ રઘુનંદન શર્મા ઉ.વ.૨૪ રહે.કાર્ગો પી.એસ.એલ. ઝુંપડા ગાંધીધામ સહિતને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા ૧૫,૫૦૦ કબ્જે લઇ તમામ વિરૂદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

