લોકભાષા-ગાંધીધામ :
રાપર વન વિભાગ દ્વારા વન્યપ્રાણી અભયારણ વિસ્તારમાથી ખનીજ ચોરી ઝડપી પાડી હતી. ડમ્પર, જેસીબી, લોડર સહીતના સાધનો સાથે ચાર શખ્સોને ઝડપી લીધા.

કચ્છ પૂર્વ વન વિભાગ ભુજ હેઠળની રાપર ઉતર રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવતાં બેલા રાઉન્ડની બેલા બીટના શુકનાવાંઢ અને હનુમાનવાંઢ વચ્ચેના કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ વિસ્તારમાં નાયબ વન સંરક્ષકની સુચના મુજબ રાપર ઉતરને મળેલ બાતમીના આધારે નાયબ વન સંરક્ષક કચ્છ પૂર્વ વન વિભાગ ભુજ તેમજ મદદનીશ વન સંરક્ષક કચ્છ પૂર્વ-૨ ના માર્ગદર્શન હેઠળ અને સુચના મુજબ આ વિસ્તારમાં ચાલી રહેલ ગેરકાયદેસર બિન અધિકુત ખનન પ્રવૃતીમાં સંકળાયેલ ઈસમો -૪ તેમજ ડમ્પર નંગ-૨ તેમજ જે.સી.બી.નંગ-૧, લોડર નંગ-૧ જેની સંયુકત મુદામાલની કિંમત અંદાજીત ચાલીસ થી પિસ્તાલીસ લાખ થવા પામેલ છે. જે મુદા માલ વનપાલ બેલા, વન રક્ષક બેલા તેમજ રોજમદારોને સાથે રાખી તમામ મુદા માલ સરકારી ધોરણે કબ્જે લઇ આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. તેમ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાપર ઉતર કે. બી. ભરવાડએ જણાવ્યું હતુ.


