લોકભાષા-ભુજ :
મુંદરા તાલુકાના નાની તુંબડી ગામેથી પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોરાઉ બાઇક સાથે આરોપીને ઝડપી પાડીને પ્રાગપર પોલીસને સોંપ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમ મુંદરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી. કે, નાની તુંબડી ગામે રહેતો ગૌતમ પ્રેમજી દનીચા નામનો યુવક પોતાના કબજાના વરંડામાં હાજર છે. અને તેની પાસે ચોરાઉ બાઇક છે. જેથી એલસીબીની ટીમે સ્થળ પર જઇને ગૌતમને ચોરાઉ બાઇક સાથે પકડી પાડીને આગળની કાર્યવાહી માટે પ્રાગપર પોલીસને હવાલે કર્યો હતો.

